કલમ 370: અરજીઓને મોટી બેન્ચ પાસે મોકલવાની સુપ્રીમે ચોખ્ખી ના પાડી દીધી

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી પાંચ જજોની બેન્ચ જ કરશે. આથી હવે કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદધની અરજીઓ મોટી બેન્ચને મોકલવામાં આવશે નહીં.

કલમ 370: અરજીઓને મોટી બેન્ચ પાસે મોકલવાની સુપ્રીમે ચોખ્ખી ના પાડી દીધી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી પાંચ જજોની બેન્ચ જ કરશે. આથી હવે કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદધની અરજીઓ મોટી બેન્ચને મોકલવામાં આવશે નહીં. કોર્ટે સ્વીકાર્યું કે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર 1959 અને 1970માં આવેલા જૂના ચુકાદાઓમાં કોઈ વિરોધાભાસ નથી. આથી આ મામલો 7 જજોની બેન્ચને મોકલવો જરૂરી નથી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બંધારણીય બન્ચે આ ચુકાદો આપ્યો છે. હકીકતમાં અરજીકર્તાઓએ પાંચ જજોની બંધારણીય પેનલના બે અલગ અલગ અને વિરોધાભાસી ચુકાદાઓનો હવાલો આપીને આ મામલો મોટી બેન્ચને મોકલવાની માગણી કરી હતી. 

આ અગાઉ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સરકાર તરફથી એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે જનમત સંગ્રહ પર દલીલો રજુ કરતા કહ્યું હતું કે અલગાવવાદી ત્યાં જનમત સંગ્રહનો મુદ્દો ઉઠાવતા આવ્યાં છે. કારણ કે તેઓ જમ્મુ અને કાશ્મીરને અલગ રાજ્ય બનાવવા માંગે છે. વેણુગોપાલે કહ્યું હતું કે અલગાવવાદી પોતાનું અલગ રાજ્ય ઈચ્છે છે એવામાં તેમની વાત યોગ્ય છે તે કહેવું ઠીક નથી. વેણુગોપાલે સુપ્રીમમાં કહ્યું હતું કે મહારાજાએ ભારતની મદદ એટલા માટે માંગી હતી કારણ કે ત્યાં વિદ્રોહી ઘૂસી ગયા હતાં. ત્યાં અપરાધિક ઘટનાઓ થઈ અને આંકડા દર્શાવે છે કે અલગાવવાદીઓને પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ મળી જેથી કરીને તેઓ અહીં બરબાદી થઈ શકે. 

તેમણે કહ્યું હતુ કે જનમત સંગ્રહ કોઈ પણ સ્થાયી સમાધાન નહતું. વરિષ્ઠ વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે પહેલા સરકાર જણાવે કે કઈ કાયદાકીય જોગવાઈ હેઠળ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના અધિકારો છીનવી લેવાયા. તેમણે કહ્યું હતું કે એવી તે શું ઈમરજન્સી હતી કે 370 હટાવતા પહેલા રાજ્ય વિધાનસભાને ભરોસામા લેવામાં ન આવી. શું તમે બંધારણને બરબાદ કરવા માંગો છો?

જુઓ LIVE TV

ધવને પોતાની દલીલોમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિના અધિકાર ઉપર પણ વિધાનસભાની સહમતિ હોવી જોઈએ અને તે વિધાનસભા ભંગ કરતા પહેલા થવું જોઈએ. તેમણે કહ્યું કે સરકાર કહે છે કે કાશ્મીર જવામાં સમસ્યા છે અને તમે તે જ કારણે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો છો. પછીતમે કહો છો કે કેટલાક વિસ્તારોમાં જ સમસ્યા છે, તમે દેખાડી દીધુ કે અહીં બંધારણીય વ્યવસ્થા પૂરી રીતે લડખડાયેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news